ફરેબ - ભાગ 1

(26)
  • 6.2k
  • 3
  • 3.4k

H.N. Golibar ( પ્રકરણ : 1 )   ‘હર કીસિકો નહિ મિલતા, યહાં પ્યાર જિંદગી મેં..., ખુશનસીબ હંય વો, જિનકો હૈ મિલી, યે બહાર જિંદગી મેં...!’ આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી