પ્રકરણ 9પ્રાર્થી સીધી પોતાનાં રૂમમાં ગઈ એને અપમાનિત થવાં કરતાં વધારે ભયંકર ગુસ્સો આવતો હતો.ધીરજલાલને નવાઈ લાગી પ્રાર્થી હંમેશા બહારથી આવીને હાલચાલ પુછતી.જ્યાં કે નહીં દવા લીધી કે નહીં.રૂમમાં જઈ પ્રાર્થી થોડીવાર એમ જ બેસી રહી પછી એને ખ્યાલ આવ્યો પપ્પાને તો જમવાનું પુછ્યું જ નહીં.એ ફટાફટ કપડાં બદલી બહાર આવી.ચહેરાનાં ભાવ સાવ સામાન્ય રહે એવી સભાનતાંપૂર્વક કોશીશ કરી ને એણે ધીરજલાલને જમવાનું પુછ્યું અને પીવાની બાકી રહેલી દવા આપી.અચાનક એને અહેસાસ થયો જેમ મને મારાં પપ્પામાટે લાગણી છે એમ એને પણ હશે જ ને! હું એને હમણાં મળી એવામાં દેખીતાં જ એ એનાં પપ્પા જે કે તે માની જ