હું અને અમે - પ્રકરણ 25

  • 2.1k
  • 1.2k

આખી રાત રાધિકાને નિંદર ના આવી. તેને બધી વાતો વારાફરતી યાદ આવવા લાગી. મયુરનું એમ કહેવું કે બેન્ક એકાઉન્ટ બંધ છે, એટીએમ કાર્ડ કામ નથી કરતું. પોતાની એનિવર્સરીનાં દિવસે રાકેશ પાસેથી પૈસા લેવા, પોતાના ઘેર આવ્યો ત્યારે કહેવું કે ' આ ગાડી મારી નહિ પણ મારા બોસની છે.' અત્યાર સુધી જયારે પણ તેણે તેના બોસનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે દરેક વખતે તેણે આડા-અવળા જવાબ આપેલા. આ તમામ વસ્તુઓ તેને આંખો સામે આવતી રહી. ફોનમાં મયુરે જણાવ્યું કે સર પોતાનું કામ પતાવી નીકળી ગયા છે. દસ વાગ્યા આજુ-બાજુ રાકેશ સર પહોંચી જશે. સવારે તે એકલી બેઠી હતી અને દરવાજા તરફ