નારદ પુરાણ - ભાગ 11

  • 1.6k
  • 2
  • 772

રાજા ભગીરથે ધર્મરાજ સામે હાથ જોડીને કહ્યું, “આપ જે કહી રહ્યા છો તે વિશિષ્ઠ છે. આપ પાપોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો.”         ધર્મરાજે કહ્યું, “હે રાજા ભગીરથ, ભગવાન વિષ્ણુને અર્પણ કરેલાં કર્મ નિશ્ચયપૂર્વક સફળ થાય છે. નૈમિત્તિક, કામ્ય તેમ જ મોક્ષના સાધનભૂત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત થવાથી સાત્વિક અને સફળ થાય છે. દશ પ્રકારની ભક્તિ પાપરૂપી વનને બાળી નાખે છે. તેમાં જે ભેદ છે તે કહું છું. બીજાનો વિનાશ કરવા માટે કરવામાં આવતું ભગવાનનું ભજન તેની અંદર રહેલા દૃષ્ટ ભાવને લીધે ‘અધમાં તામસી’ ભક્તિ ગણાય છે.         વ્યભિચારીણી સ્ત્રી મનમાં કપટ રાખીને જેમ પતિની સેવા કરે છે, તેમ મનમાં કપટબુદ્ધિ