શીર્ષક-ફોલો રિકવેસ્ટ કોલમ-સ્ક્રોલ ડાઉન લેખક- અલ્પેશ બારોટ આજકાલ બ્લેક આઉટ કરી દેવું, ઘોસ્ટ કરી દેવું ખુબ જ સામાન્ય ઘટના છે. લોકો પાસે જેટલા વધુ ઓપ્શન છે એટલું જ વધુ કન્ફ્યુઝન છે. લોકો અલગ અલગ પીડાઓ, દુઃખો સાથે જીવતાં હોય છે. એવું નથી કે પહેલાનાં સમયે લોકો અલગ નોહતા થતાં, છુટાછેડા નોહતા થતાં, મનભેદ, મતભેદ નોહતા, મલ્ટીપલ રિલેશન નોહતા? બધું જ હતું, પણ છેલ્લા એક બે દશકમાં તેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. તેની સાથે સાથે ડિપ્રેશન, એન્ઝાયટી, લોન્લીનેસનું પ્રમાણ પણ બમણાં પ્રમાણમાં વધ્યું છે. રિલેશનશિપના વિવિધ પ્રકાર આપણે જોયા છે. જોઈ રહ્યા છીએ. ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો દાદા-દાદીનો બ્લેક