લવ યુ યાર - ભાગ 40

  • 3.6k
  • 1
  • 2.6k

મીત પોતાની કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે સાંવરીને લેવા માટે જતો હતો અને એટલામાં જેનીનો ફોન આવ્યો કે, "બે પોલીસ કોન્સ્ટેબલ આવ્યા છે મને થોડી પૂછપરછ કરવા માંગે છે તો તું અહીં મારા ઘરે આવને."મીત ધર્મસંકટમાં મૂકાઈ ગયો એકબાજુ સાંવરી એક કલાકથી તેની રાહ જોઈને બેઠી હતી જેને લેવા માટે પોતે જઈ રહ્યો હતો અને બીજી બાજુ જેની તેને પોતાના ઘરે બોલાવી રહી છે. હવે જો સાંવરીને લેવા માટે ન જાય તો સાંવરી તેનાથી વધુ નારાજ થઈ જાય અને જેનીના ઘરે ન જાય તો સુજોયના કેસથી તે વાકેફ ન થઈ શકે. હવે શું કરવું ? તેમ તે વિચારી રહ્યો હતો.