સફળતાની ચાવી

  • 2.1k
  • 838

'સફળતાની ચાવી.' સમીર પથારીમાં સૂતો સૂતો વિચારવા લાગ્યો, આ શું થઈ ગયું? હે ઈશ્વર આ કેવી કસોટી કરે છે તું? ઘરના દરેક સભ્યના મનમાં પણ વગર બોલ્યે ઘણાં સવાલો પડઘાતા હતાં. થાકીને લોથ થઈ ગયેલા ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાંજ અચાનક હિમાલય આડો આવીને ઊભો હોય એવું બધાને લાગતું હતું. અછત અને અભાવ માણસને સમયથી વહેલા સમજણા બનાવી દે છે.! સમીર પણ આવીજ પરિસ્થિતિમાં મોટો થયો હતો. માતા-પિતાની સખત મજૂરી અને કારમી ગરીબાઈ વચ્ચે એ ઉછર્યો હતો. ઘરમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત હતી. સમીર ભણવામાં ખૂબ તેજસ્વી હતો. મહેનત પણ ખૂબ કરતો. હંમેશા વર્ગમાં પ્રથમ આવતો.