હું અને અમે - પ્રકરણ 24

  • 2.1k
  • 1.2k

રાધિકાના મનમાં શું ચાલે છે તે સમજવું મુશ્કેલ હતું. છતાં મયુરે એમ વિચારીને કે "હવે તેને ખબર તો પડી જ ગઈ છે કે રાકેશ તેનો ફ્રેન્ડ નહિ પણ સી.ઈ.ઓ. છે અને એના માટે હું કામ કરુ છું. તે સર પર વધારે ગુસ્સે નહીં થાય કે કદાચ તેની સાથે વાત પણ કરવા લાગશે." એ મનોમન વિચારતો હતો કે પરિસ્થિતિ સુધરશે.મોડીરાત્રે બંને બહાર હોટલમાં જમીને ઘેર આવ્યા, આવીને જોયું તો શારદા બેઠક ખંડમાં બેઠેલી."શું થયું શારદાકાકી?" રાધિકાએ પૂછ્યું."રાકેશ સાહેબ હજુ નથી આવ્યા. તમારી પાસે તો ઘરની બીજી ચાવી છે પણ એની પાસે નથી. આવે એટલે દરવાજો ખોલવો પડશેને!""સર હજુ નથી આવ્યા!?" મયુરને