આ કાળમાં મોક્ષ છે ?

  • 4k
  • 1
  • 1.4k

પ્રશ્નકર્તા : જન્મ-મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને, તો તો એ મોક્ષ જ સમજતા નથી. ‘મોક્ષ એટલે મુક્ત ભાવ.’ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે ? માત્ર પહેલાની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે