ધંધાની વાત - ભાગ 6

  • 1.7k
  • 800

ગૌતમ અદાણી ‘The’ બિઝનેસમેન ૧. લાઈટ ઓફ લેમ્પ Business is all about risk taking and managing uncertainties and turbulence - ગૌતમ અદાણી ગુજરાતના ખમીરવંતા ઔધ્યોગિક સાહસને એક નવી ક્ષિતિજની ઉંચાઈએ લઈ જીને બિઝનેસની છમ્ઝ્રડ્ઢને એક નવો કક્કો-બારાક્ષરી શીખવનાર ખોળિયું એટલે ગૌતમ અદાણી. વર્ષો પહેલા ધીરૂભાઈ અંબાણીની જેમ અલગ સફરે અલગ દ્રષ્ટિકોણ લઈને ધૂંધળાપણાને દુર કરી ક્લિઅર-કટ વિઝન સાથે બિઝનેસની ફિલોસોફીમાં આ તોખાર પોતાના રથને સાથે લઈને ઝપાટાભેર આગળ વધી રહ્યો છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા કેટલાયે નવાસવા મુરતિયાઓ માટે ‘લર્નિંગ ગુરૂ’ બની રહે તેવો વ્યક્તિ. ટૂંકમાં ઘણું બધું સર કરીને ઈન્ડસ્ટ્રીઅલ ગ્રોથ સાથે સફળતાના શિખરો સુધી પહોંચનાર અગ્રણી ઉદ્યોગપતિ