ધંધાની વાત - ભાગ 1

  • 6.1k
  • 3
  • 3k

Stories of Indian Businessman - લેખક - કંદર્પ પટેલ   ધીરૂભાઈ અંબાણી ‘રિલાયન્સ’ - એક ‘વિશ્વાસ’ “સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.” સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીરાચંદભાઈ અંબાણીનાં છે. “આપત્તિ એ કોઈ અવરોધ નહિ, પણ એક અવસર, એક તક છે. આપત્તિ એ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠમાં ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અંતઃવિરામ હોય છે. તમારા પ્રયાસોમાં તમે