નારદ પુરાણ - ભાગ 10

  • 1.6k
  • 2
  • 720

ધર્મરાજ બોલ્યા, “રાજા ભગીરથ, હવે હું પાપોના ભેદ અને સ્થૂળ યાતનાઓનું વર્ણન કરીશ. તમે ધૈર્ય ધારણ કરીને સાંભળો.”         “દુરાત્મા પાપી જીવોને જે નરકાગ્નિઓમાં પકાવવામાં આવે છે, તે અગણિત છે, છતાં કેટલાંક નામો હું વર્ણવું છું. તપન, વાલુકા, રૌરવ, મહારૌરવ, કુંભ, કુંભીપાક, નિરુચ્છ્વાસ, કાલસૂત્ર, પ્રમર્દન, અસિપત્રવન, લાલાભક્ષ, હિમોત્કટ, મૂષાવસ્થા, વસાકૂપ, વૈતરણી નદી, શ્વભક્ષ્ય, મૂત્રપાન, તપ્તશૂલ, તપ્તશીલા, શાલ્મલીવૃક્ષ, શોણિતકૂપ, શોણિતભોજન, વહ્નીજ્વાલાનિવેશન, શિલાવૃષ્ટિ, શસ્ત્રવૃષ્ટિ, અગ્નિવૃષ્ટિ, ક્ષારોદક, ઉષ્ણતોય, તપ્તાય:પિંડભક્ષણ, અધ:શિર:શોષણ, મરુપ્રતપન, પાષાણવર્ષા, કૃમિભોજન, ક્ષારોદપાન, ભ્રમણ, ક્ર્કચદારણ, પુરીષલેપન, પુરીષભોજન, મહાઘોરરેત:પાન, સર્વસંધિદાહન, ધૂમપાન, પાશબંધ, નાનાશૂલાનુલેપન, અંગારશયન, મુસલમર્દન, વિવિધકાષ્ઠયંત્ર, કર્ષણ, છેદન, પતનોત્પતન, ગદાદંડાદિપીડન, ગજદંતપ્રહરણ, નાનાસર્પદંશન, લવણભક્ષણ, માંસભોજન, વૃક્ષાગ્રપાતન, શ્લેષ્મભોજન, મહિષપીડન, દશનશીર્ણન, તપ્તાય:શયન અને આયોભારબંધન.”         “હે