નારદ પુરાણ - ભાગ 8

  • 1.9k
  • 1
  • 1k

સનકે કહ્યું, “હે નારદ! આપ ધ્યાન દઈને સાંભળો. ત્રણ પગલાં ભૂમિ આપવાનું વચન બલિએ આપી દીધું. ત્યારબાદ મહાવિષ્ણુ વિશ્વાત્મા વધવા લાગ્યા. તેમનું માથું બ્રહ્મલોક સુધી પહોંચી ગયું. અત્યંત તેજસ્વી શ્રીહરિએ પોતાના બે પગથી આખી પૃથ્વી માપી લીધી. તે સમયે બીજો પગ બ્રહ્માંડકટાહ (શિખર)ને અડી ગયો અને અંગુઠાના અગ્રભાગના આઘાતથી ભાંગી જઈને તેના બે ભાગ થઇ ગયા. તે છિદ્ર દ્વારા બ્રહ્માંડની બહારનું જળ અનેક ધારાઓમાં વહીને આવવા લાગ્યું. ભગવાન વિષ્ણુનાં ચરણોને ધોઈને નીકળેલું તે નિર્મળ ગંગાજળ સર્વ લોકોને પવિત્ર કરનારું હતું. બ્રહ્માંડની બહાર જેનું ઉદ્ગમસ્થાન છે, તે શ્રેષ્ઠ તેમ જ પવિત્ર ગંગાજળ  ધારારૂપે વહેવા લાગ્યું અને બ્રહ્મા આદિ દેવતાઓને તેણે પવિત્ર