નારદ પુરાણ - ભાગ 6

  • 2.1k
  • 2
  • 1.1k

નારદે પૂછ્યું, “શ્રેષ્ઠ રાજા સૌદાસને વસિષ્ઠે શા માટે શાપ આપ્યો અને તે રાજા ગંગાજળના બિંદુઓના અભિષેકથી કેવી રીતે શુદ્ધ થયો?”         સનકે કહ્યું, “સુદાસનો પુત્ર મિત્રસહ સર્વ ધર્મોને જાણનારો, સર્વજ્ઞ, ગુણવાન અને પવિત્ર હતો. તેના પુરોગામીઓની જેમ તે પણ સાત સમુદ્રોવાળી પૃથ્વીનું પાલન કરતો હતો. એક દિવસ તે વનમાં મૃગયા કરવા ગયો. એવામાં તૃષાતુર થતાં રાજા મિત્રસહ રેવા નદીના તટ ઉપર પહોંચ્યો. ત્યાં તેણે સ્નાનસંધ્યાદિ કરી મંત્રીઓ સાથે ભોજન કર્યો.         બીજે દિવસે તે ફરતાં ફરતાં પોતાના સાથીઓથી વિખુટો પડી ગયો. એવામાં તેણે કૃષ્ણસાર મૃગ જોયું અને ધનુષ્યબાણ લઈને તેની પાછળ દોડ્યો. અશ્વ ઉપર આરૂઢ તે રાજાએ એક ગુફામાં વ્યાઘ્રદંપતિને