નારદ પુરાણ - ભાગ 3

  • 2.8k
  • 1
  • 1.6k

ત્યારબાદ સનક બોલ્યા, “હે દેવર્ષિ, હવે હું આપને કાલગણના વિસ્તારથી કહું છું તે સાવધાન થઈને સંભાળજો. બે અયનનું એક વર્ષ થાય, જે દેવતાઓનો એક દિવસ અથવા એક અહોરાત્ર છે. ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયન એ તેમની રાત્રી છે. મનુષ્યોના એક દિવસ અને પિતૃઓનો એક દિવસ સમાન હોય છે, તેથી સૂર્ય અને ચંદ્રમાના સંયોગમાં અર્થાત અમાવસ્યાનાના દિવસે ઉત્તમ પિતૃકલ્પ જાણવો.         બાર હજાર દિવ્યવર્ષોનો એક દૈવત યુગ થાય છે. બે હજાર દૈવત યુગ બરાબર બ્રહ્માની એક અહોરાત્ર (દિવસ +રાત્રી) થાય છે. તે મનુષ્યો માટે સૃષ્ટિ અને પ્રલય બંને મળીને બ્રહ્માનો દિનરાત રૂપ એક કલ્પ છે. એકોતેર દિવ્ય ચાર યુગનો