નારદ પુરાણ - ભાગ 2

  • 3.4k
  • 2
  • 2.2k

નારદે કહ્યું, “આપ હજી વિસ્તારથી કહો.” સનકે નારદને આગળ કહ્યું, “વિષ્ણુ પરમશ્રેષ્ઠ, અવિનાશી, પરમપદ છે, તે અક્ષર, નિર્ગુણ, શુદ્ધ, પરિપૂર્ણ અને સનાતન છે. વિષ્ણુને કેવળ જ્ઞાનથી જ જાણી શકાય છે. જે લોકો તેમને દેહી માને છે તે તેમની અંદર રહેલ અજ્ઞાન છે. પરમદેવ વિષ્ણુ જ સત્વ આદિ ત્રણેય ગુણોથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ રૂપો પ્રાપ્ત કરીને સૃષ્ટિ, સ્થિતિ અને અંતનું કારણ બને છે. વિષ્ણુથી પ્રગટ થયેલ બ્રહ્માએ પંચભૂતોની રચના પછી તિર્યક યોનિનાં પશુ, પક્ષી, મૃગ આદિ તામસ પ્રાણીઓનું સર્જન કર્યું, પણ તેમને સૃષ્ટિકાર્યનાં યોગ્ય સાધક ન હોવાનું માનીને દેવતાઓની સૃષ્ટિ રચી અને ત્યારબાદ બ્રહ્માએ સનાતન પુરુષને મળતી આવતી