ભાગ 8પ્રાર્થીએ મનને ટટોળ્યું અને નક્કી કર્યું.આ બધી મુંઝવણોમાં હું મારાં જીવનનું ધ્યેય નહીં ભુલાવી દઉં.એણે નવા સંબંધને થોડો સમય આપવાનું નક્કી કર્યું. સાથે પોતાનું સંપુર્ણ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું.થોડાં સમયમાં સુશિલા શેઠાણીનાં મા મરણ પથારીએ હોવાથી તેમને તેમનાં વતન જવાનું થયું. એ પ્રાર્થીને ભલામણ કરતાં ગયાં" અઠવાડિયાં માં એક વખત આંટો મારજે".શ્રીકાંત આ તકની જ રાહ જોતો હતો .એણે મનમાં પાસા ગોઠવવાં માંડ્યાં.એણે વિહાગને એક સાંજે પુછ્યું" તું પ્રાર્થીનું ધ્યાન તો રાખે છે ને? મારા મિત્રની દિકરી છે , એને જરાય ઓછું ન આવવું જોઈએ. મારાં માટે એ દિકરી સમાન જ છે."વિહાગે કહ્યું " તમારી અને મમ્મીની પસંદનું માન