હું અને અમે - પ્રકરણ 23

  • 2.1k
  • 1.1k

રાધિકા અને મયુર વચ્ચે ફરીથી પહેલા જેવા સંબંધ શરુ થઈ રહ્યા હતા. રાધિકા પુરેપુરો પ્રયત્ન કરી રહી હતી કે તે રાકેશથી વેગળી રહે અને મયુરની નજીક. સાંજે મયુર પોતાની રૂમમાં કોઈ નોટ તૈય્યાર કરી રહ્યો હતો. રાધિકાએ ઉપર પોતાના રૂમમાં જતી વેળાએ જોયું કે રાકેશ બેઠક રૂમમાં કશીક તૈય્યારી કરી રહ્યો છે. ઉપર આવીને જોયું તો મયુર પણ ફાઈલો બનાવવામાં વ્યસ્ત હતો. પાછળથી આવીને તેણે મયુરને ડરાવાનો પ્રયત્ન કર્યો. "હા..ઉ" તે થોડો જસકી ગયો. "રાધુ, શું તું પણ! સાવ નાના છોકરાં જેવું કરે છે." "ડરી ગયાને?" "તો શું." "આજે રવિવાર છે." "ઓહો... એવું! સારું થયું તે યાદ અપાવ્યું. મને તો