સપ્ત-કોણ...? - 22

  • 2k
  • 1
  • 946

ભાગ - ૨૨આગળ હજી આ ઘટનાના મુખવાસ રૂપે મમળાવવા માટે મસાલો મળવાનો હોય એમ લોકો ઘડીક શ્રીધર સામે તો ઘડીક બાબુજી તરફ જોવા લાગ્યા.....આજુબાજુ કોણ છે એ જોયા વિના પોતાના પ્રેમ વિરહની પીડાની પરાકાષ્ઠાની પ્રતિતી કરાવતો હોય એમ શ્રીધર માલિનીના નિષ્પ્રાણ દેહને વળગીને પોતાના હૃદયને વલોવતો, આંખેથી અશ્રુપ્રપાત વહાવી રહ્યો. "શ્રીધર,... શ્રી...ધ....ર......." બાબુજીએ એને બાવડેથી ઝાલીને હચમચાવી દીધો, "આમિ બાલિ ચેરે દાઓ.. છોડ એને અને બસારા દિકે.. ઘરે ચાલ... આમિ એખાને કોનો... કોઈ તમાશો નથી જોઈતો મને અહીંયા, ચાલ ઘરે...."જેમજેમ બાબુજીની શ્રીધર પર પકડ વધતી ગઈ એમએમ શ્રીધરના હૈયામાં રોષની જવાળા ભભુકતી ગઈ અને એનો આક્રોશ એની આંખો વાટે વ્યક્ત