પેરેલિસિસ - સમીક્ષા

  • 6.8k
  • 1
  • 3k

પુસ્તકનું નામ:- પેરેલિસિસ સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (20 ઓગસ્ટ, 1932 – 25 માર્ચ, 2006) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા. ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍(હવે બનાસકાંઠા જિલ્લા) ખાતે 20 ઓગસ્ટ, 1932ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. કલકત્તામાં તેમણે 12 વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો , ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા 1957માં પ્રકાશિત થયું. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. 25 માર્ચ, 2006 ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના