ત્રણ હાસ્ય રચના

  • 3.3k
  • 1
  • 1.3k

1. પાર્કિંગ પાર્કિંગ ની એવી તો સમસ્યા છે કે તમને શું કહું...એક વખત હું અને ઘરવાળી (મારી જ દોસ્તો) ફોર વ્હીલ લઈ શાક લેવા નીકળ્યા. એને માર્કેટ ઉતારી હું પાર્કિંગ માટેની જગ્યા શોધવા નીકળ્યો.મારા ઘરથી માર્કેટ દોઢેક કિલોમીટર દૂર છે. હવે થયું એવું કે માર્કેટ પાસે ગાડી પાર્ક કરી તો પોલીસે સિટી મારી. આગળ પાર્ક કરો એવું એણે ઈશારાથી કહ્યું. ઓકે. પછી આગળ શોપિંગ સેન્ટર પાસે મુકવા ગયો તો સિક્યુરિટીવાળાએ ના પાડી. ધીમે ધીમે આગળ વધ્યો. આજુબાજુ ડાફોળિયાં માર્યા પણ પાર્કિંગની જગ્યા મળી નહીં. હજુ આગળ વધ્યો તો જગ્યા તો મળી પણ ગાય અને આખલાઓ પાર્ક થયેલા હતા.કંઈ વાંધો નહીં.