ડાયરી - સીઝન ૨ - જીઓ, જી ભર કે..

  • 1.7k
  • 530

શીર્ષક : જીઓ, જી ભર કે.. ©લેખક : કમલેશ જોષી ‘જીઓ, જી ભર કે’ એટલે કે ‘મન ભરીને જીવો’. ગ્લાસ ભરીને પાણી પીઓ કે કપ ભરીને ચા પીઓ એવું કોઈ કહે તો આપણે ઇમેજીન કરી શકીએ કે એક સ્ટીલ કે કાચના ગ્લાસમાં પાણી છેક ગ્લાસના કાંઠા સુધી ભરીએ, લગભગ ગ્લાસ છલકાઈ જાય એટલું ભરીએ અને પી જઈએ એટલે ‘ગ્લાસ ભરીને પાણી પીધું’ કહેવાય, એવી જ રીતે ચાનો કપ છલોછલ ભરેલો હોય એ પી જઈએ એટલે ‘કપ ભરીને ચા પીધી’ કહેવાય, પણ ‘જીઓ જી ભરકે’ એટલે કે ‘મન ભરીને જીવો’ એનો ખરેખર અર્થ શું? શું ભરવાનું? શાનાથી ભરવાનું? જે ભરાયું હોય