સંધ્યાએ ભરાવેલી કી ને ચાલુ કરી અને ઓટોસ્ટાર્ટ કર્યું એટલે એનું સ્કૂટર ચાલુ થઈ ગયું હતું. આંખે રસ્તે એક જ વાત મનમાં દોડી રહી હતી કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. મેં મારા દીકરાનો પણ ઘણો સમય મારા ભણતરમાં લીધો છે એને મેં સરખો સમય આપ્યો નહીં. એનું બાળપણ મેં આમ જ મારી ચિંતામાં વેડફ્યું છે. સંધ્યા આજે ન હોય એવી અનેક ચિંતાઓને વશ થઈ ગઈ હતી. આખરે એ પરીક્ષા કેન્દ્રે પહોંચી ગઈ હતી. જેવો બેલ વાગ્યો બધા પોતાના પરીક્ષા ખંડને શોધી ત્યાં જઈ રહ્યા હતા. સંધ્યાને ખુબ જ બીક લાગતી હોવાથી એને પાણીની તરસ પણ લાગી હતી. પોતાનો ક્લાસ