હાસ્ય મંજન - 17 - ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો

  • 1.9k
  • 744

ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો..!                                                                        ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. છતાં,  ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે, મેચમાં રસાકસી હોય કે ના હોય તો પણ, પ્રેક્ષકોની કસાકસી જોવાની જે મઝા આવે એ સર્કસમાં પણ નહિ આવે. ખેલાડીઓ ભલે બોરડી વીંઝતા હોય,પણ પ્રેક્ષકોને કોઈપણ હાલતમાં જલસા જ જલસા..! હારે કે જીતે એમની મસ્તીના રંગ બદલાય પણ આનંદ તો ધરાયને લુંટે..!  આપણને પણ એમના કલરકામ કરેલાં દેહ જોઇને આનંદ થાય. ઝંડો જેટલો ધ્વજ સ્તંભ ઉપર નહિ ફરકે, એનાંથી વધારે ચોગ્ગો કે છગ્ગો પડે ત્યારે એમના હાથમાં વધારે ફરકે..! કેવાં કેવાં