હાસ્ય મંજન - 10 - પોપટ ભવિષ્યધારી

  • 2k
  • 778

 પોપટ ભવિષ્યધારી..!                                                 ( હાસ્ય ભવિષ્ય )                                                                          અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેતા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને હસમુખા ને હસમુખાને રડમુખા કરી આપતો. “ઇન્સાનકો જબ અપને આપ સે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો તોતેવાલી ફ્રેન્ચાયસી પકડતા હૈ..!”  ઈ,સ. ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ ચિંતામાં પાતળા. એટલે કે શેકટાની શીગ જેવાં થવાની જરાયે જરૂર નથી. આપણું ભવિષ્ય આપણી હથેળીમાં છે, અને જેને હથેળી પણ નથી એનું ભવિષ્ય પેલા ફૂટપાટીયા ભવિષ્યવેતા પાસે પણ નથી, આપણા કર્મમાં સંતાયેલું છે..! થયું એવું કે,