ચાલવું ને ચલાવી લેવું પણ એક ‘આર્ટ’ છે..! ડબલાંમાંથી કબુતર કાઢવું, ગળામાંથી ૩૩ કોટીના અવાજ કાઢવા, કે સરકસમાં આકાશી હિંચકાઓ ઉપર હાફ આમલેટ જેવાં કપડાં પહેરીને કૂદાકૂદ કરતાં કલાધરોને તો ઘણાએ ધરાયને જોયા હશે. એ પણ ‘આર્ટ’ કહેવાય. આવાં કલાધરોને બિરદાવવા હાથ ખંખેરવા પડતા નથી. આપોઆપ તાળીઓની ગડગડાટી છૂટી જાય. ભૂવો ભરાય ગયો હોય એમ, દાદ આપવાનું ઝનુન છૂટી જાય..! છલાંગ મારીને હિંચકે હિલતા કલાકારને 'મન માંગે મોર' કરીને ભેટી પડવાનું મન થાય..! બાકી ધરતી ઉપર કલાકારોની ક્યાં ખોટ છે? મહોલ્લો ખંખેરીએ તો, એમાંથી પણ બે-ચાર કલાકાર પ્રગટ થાય..! કળાના પણ