લવ યુ યાર - ભાગ 39

(12)
  • 4k
  • 1
  • 2.7k

જેની બોલી રહી હતી અને મીત સાંભળી રહ્યો હતો, "હું શું કામ મારા સુજોયનું ખૂન કરું ? મને તો મારો સુજોય મારા જીવથી પણ વધુ વ્હાલો હતો મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારે મને તે એટલો વ્હાલો નહોતો કારણ કે ત્યારે હું તેને એટલા નજીકથી ઓળખતી નહોતી પણ તેની સાથે રહ્યા પછી હું તેને સમજી શકી હતી અને મારા સાદા સીધા સુજોયના પ્રેમમાં પડી હતી. અમે લગ્ન કર્યા ત્યારે તેનાં મમ્મી જીવીત હતા પણ સુજોય તેમને ગામમાં એકલા છોડીને જ પોતાની જોબ માટે અહીં લંડનમાં એકલો જ રહેતો હતો અને અમારા લગ્નના બે મહિના પછી તેમનું સીવીયર હાર્ટએટેકમાં મૃત્યુ