મહોબતની રીત, પ્યારની જીત - 1

  • 3.2k
  • 1.5k

"ઉફ યાર, મેં તને કેટલી વાર કીધું છે કે તું બસ આમ પાગલ ની જેમ ના રહીશ! કેમ તું ખુદનું ધ્યાન નહિ રાખતી?!" મેં એને લડી જ લીધું. મેડમે કામ જ કઈક કેવું કર્યું હતું તો. હા, મેડમ બાજુવાળા સાથે લાકડા કાપવા ગયા હતા. ના પાડી હતી તો પણ. હું એના હાથે વાગેલ લોહી નીકળેલ ભાગ પર ટ્યુબ લગાવી રહ્યો હતો. હું જેવો જ ઑફિસેથી આવ્યો કે મેં એને જોઈ. ખાસ્સુ લોહી નીકળી ગયું હતું અને મને તો જાણે કે એના કરતા પણ વધારે દુઃખ થઈ રહ્યું હતું. ખાસ વ્યક્તિને જો થોડું પણ દર્દ થાય તો ખરેખર સહેવાતું નહિ, અને