હાસ્ય મંજન - 5 - બટાકાની બોલબાલા

  • 2.4k
  • 1.1k

                   Sun, 31 Dec, 2023 at 7:41 am     બટાકાની બોલબાલા..!                                      બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં ‘એરબેગ’ આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાં  આદિકાળથી બટાકા એટલા પથરાયેલા છે કે, એને ભેગા કરવામાં આવે તો બે-ચાર હિમાલય થાય..! ગીફટ સીટી ગાંધીનગરમાં દારૂની  હળવાશ થઇ એની સાથે બટાકાને આમ તો કોઈ લેવા દેવા નહિ, પણ હલચલ એટલી થઇ કે, લોકો વગર પીધે ગુલાંટીયા ખાતાં થઇ ગયા. દાળ-ભાત કરતા દારૂની ચર્ચા વધી ગઈ..! અમુકને તો લાલી આવી ગઈ..કે, હવે પાટલી-માટલી-ખાટલી સાથે બાટલીની સવલત પણ વધવાની..! ઘણાના મોર કળા