હાસ્ય મંજન - 2 - ભાડુઆતનું ભાંગડા નૃત્ય

  • 2.5k
  • 1.4k

  ભાડુઆતનું ભાંગડા નૃત્ય                                                                                                    હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે, એમાંથી એકાદ પકડી લેવાનો. કોઈ ભાડુઆત મકાન ખાલી નહિ કરતો હોય તો, એનું ભાંગડા નૃત્ય જોવાનું. એને મળશો તો કહેશે કે, ભાડે આપતી વખતે મકાન માલિકની શરત હતી કે, 'જે સ્થિતિમાં મકાન ભાડે આપ્યું એ જ સ્થિતિમાં મકાન પરત સુપ્રત કરવાનું રહેશે.' એના કપાળમાં કાંદા ફોડું, એટલા ઊંદર-માંકડ-ચાંચડ-વંદા-પલવડા મળવા સહેલા છે યાર..?  અને મળે તો પણ એ ખરીદવા માટે કોઈ મને કોઈ બેંક લોન આપવાની છે..? જેને હસવું જ છે, એને આવી 'નોટ'