ચોરોનો ખજાનો - 53

  • 2.1k
  • 1.1k

आठवां अजूबा ડૉ.સિમા સાથે થયેલી વાતચીત યાદ આવતાની સાથે જ જાણે ડેની હોશમાં આવ્યો હોય તેમ સફાળો બેઠો થયો. તેણે જોયું કે તે એક બંધ અને બધી જ સુવિધાઓ ધરાવતા આલીશાન મકાનના એક રૂમમાં કેદ હતો. આમ તો તે આઝાદ હતો પણ માત્ર અને માત્ર રૂમની અંદર જ હરવા ફરવાની તેને મંજૂરી હતી. તેની દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે ત્યાં ઘણાબધા માણસો હતા, પણ ડેનીને કોઈની સાથે પણ કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી. ડેની બેડ ઉપરથી ઊભો થયો અને તેણે રૂમની બહાર જવા માટે બારણાં તરફ નજર કરી. તે બારણાં પાસે જઈને બારણાને ખોલવાનો નાકામ પ્રયાસ કરવા લાગ્યો પણ બારણું ન