પ્રેમ સમાધિ - પ્રકરણ-46

(22)
  • 2.8k
  • 2
  • 1.9k

પ્રેમસમાધિ પ્રકરણ-46 રાત્રીનાં અગીયાર વાગી ગયાં હતાં. આવકાર હોટલમાં બધાં ઉતારુ પોત-પોતાનાં રૂમમાં જતાં રહેલાં. કોઇ ટીવી પર પ્રોગ્રામ જોતાં હતાં કોઇ ડ્રીંક લઇ રહેલું એક રૂમમાં કપલ પોતાની મસ્તીમાં હતું. કીચન શાંત થઇ ગયેલું વેઇટરો આધાપાછાં થતાં જમીને એમનાં રેસ્ટ રૂમમાં બેઠાં ગપ્પા મારતાં હતાં. હોટલ મેનેજર બાબુગોવિંદ એમની કેબીનમાં પગ લાંબા કરીને ગુજરાતી સમાચાર ટીવી પર જોઇ રહેલાં... ધીમે ધીમે બધી લાઇટો બંધ થવા લાગી... હોટલનાં બધાં દરવાજા બંધ થવા લાગ્યાં. પાછળનાં દરવાજાનું શટર અડધું બંધ થઇ ગયું હવે ધીમે ધીમે બધુ શાંત થવા લાગ્યું દૂર દરિયાનાં મોજાં સંભળાવા લાગ્યાં હતાં. રાત્રી આગળ વધી રહી હતી. બાબુ ગોવીંદ