પ્રેમ સમાધિ - પ્રકરણ-45

(25)
  • 2.7k
  • 2
  • 1.8k

પ્રેમસમાધિ પ્રકરણ-45 વિજય ટંડેલ એનાં રૂમમાં પાર્ટી કરીને ઘસઘસાટ ઊંઘી રહેલો નારણ ટંડેલનાં મોબાઇલ પર ફોન પર ફોન આવી રહેલાં પણ ડ્રીંક લઇને સૂઇ રહેલો વિજય ટંડેલને કોઇ અવાજ ના સંભળાયા. લગભગ 10 વાર રીંગ વાગી ફોન શાંત થઇ ગયો. નારણ ટંડેલ મારતી ગાડીએ વિજયનાં બંગલે આવ્યો એણે ચોકીદારનાં ગેટ ખોલવાની રાહ ના જોઇ એ ગાડી દરવાજા બહાર જ પાર્ક કરીને ચોકીદારનાં વીકેટ ગેટથી દોડીને અંદર આવ્યો. ચોકીદાર સાબ... સાબ. કરતો રહ્યો એ બંગલાની ડોરબેલ વગાડી રહ્યો. ત્યાં પેલી વિજયની રખેલે દરવાજો ખોલ્યો એ ઉંઘરેટા અવાજે બોલી “નારણભાઈ અત્યારે ? હજી તો સવારનાં પાંચ વાગ્યા છે શું થયું આમ હાંફતા