સંધ્યાના અને અભિમન્યુના આમ જ દિવસો પસાર થવા લાગ્યા હતા. સંધ્યા આજ એકેડેમીથી છૂટીને સીધી જ અભિમન્યુને એના દાદા અને દાદીને મળવા માટે લઈ ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ અભિમન્યુને જોઈને ખુબ જ ખુશ થઈ ગયા હતા. રશ્મિકાબહેને એમના સ્વભાવ અનુસાર નોખા થવાની વાતને ઉચ્ચારીને સંધ્યાને મેણું મારવાનું ચુક્યા નહોતા. સંધ્યાએ ખુબ વિનયથી જવાબ આપતા કહ્યું કે, "કુદરતે મારા જીવનમાં જે સંઘર્ષ લખ્યો છે, એ હું કોઈના પણ સાથ વગર હવે એકલા જ લડીને જીવવા ઈચ્છું છું. અને મારી એ લડાઈમાં આપ બંનેની જેમ મારા પિયરના સભ્યોએ પણ મને અનુમતિ આપી દીધી છે. હું આપ બંને પાસે આશીર્વાદ જ લેવા આવી છું