હાસ્ય મંજન - 1 - ઝાકળ ભીનું પ્રભાત

  • 6k
  • 2.9k

ઝાકળ ભીનું પ્રભાત.....                                   . આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે, ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું, સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે, પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને ‘હડકાયો’ બની જાય. કોઈને પણ ફોન