પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૩ રચનાને મીતાબેને બાળક પાડવાની પરવાનગી આપી દીધી એનું આશ્ચર્ય તો હતું પણ એ વાતનો આનંદ વધારે હતો કે એ એના મિશનમાં કેટલીક અડચણો સાથે સફળતાથી આગળ વધી રહી છે. પોતે મા બનવાની છે એનો આનંદ થોડી ક્ષણો દિલમાં જરૂર થયો હતો પણ પછી એના પર વેરની ભાવના હાવી થઈ ગઈ હતી. એ ડરી ગઈ હતી કે એનો બદલો અધૂરો રહી જશે. જે પરિવારને એ બરબાદ કરવા નીકળી છે એ આબાદ થઈ જશે. હવે એ મંઝિલની નજીક છે ત્યારે બાળકનું અવતરણ એના ધ્યેય પર પૂર્ણવિરામ મૂકી રહ્યું હતું.રચના ઓપરેશન થિયેટરમાં ગઈ ત્યારે વિચારતી હતી