સપનાનાં વાવેતર પ્રકરણ 41ઓફિસેથી નીકળીને સુનિલ શાહ ઓટો કરીને સીધો સ્ટેશન ગયો અને અંધેરી જતી ફાસ્ટ પકડી. ઘરેથી ચાવી લઈને ઝડપથી પાછું ખાર પહોંચવું હતું. એની પાસે હોન્ડા સીટી ગાડી પણ હતી પરંતુ ટ્રાફિક અને પાર્કિંગના પ્રોબ્લેમના કારણે ઓફિસે તો એ ટ્રેનમાં જ આવતો. અંધેરી સ્ટેશન પહોંચીને ફરી એણે મરોલ જવા માટે રીક્ષા કરી લીધી. ઘરે જઈને થોડો ફ્રેશ થયો. એ પછી એણે પોતાના બેડરૂમમાં જઈને કબાટ ખોલ્યું. જે ડ્રોવરમાં એ ચાવીઓ મૂકતો હતો એ ડ્રોવર ખોલ્યું પરંતુ ચાવીઓ ત્યાં ન હતી. અત્યારે તો એ ફ્લેટની ચાવી લેવા માટે ઘરે આવ્યો હતો પરંતુ એ ચાવી પણ દેખાતી ન હતી. એણે