હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો ત્યાં દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી વાર પહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે! "ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે. કહીં