પ્રેમની યાદ, એની ફરિયાદ

  • 1.8k
  • 810

"પ્લીઝ રોકાઈ જા ને... બસ આ એક જ રાત! પ્લીઝ!" મેઘનાએ એવી રીતે કહેલું જાણે કે આ રાત પછી બીજી કોઈ રાત જ ના હોય!"સોરી યાર... પણ મને મારી નોકરી બહુ જ યાદ આવે છે... મને મારું કમ્પ્યુટર યાદ આવે છે!" મેં પણ એને કહી જ દીધું. "ખરેખર નોકરી જ યાદ આવે છે કે... કે પછી કોઈ છોકરી!" મારી સૌથી નાની બહેન અને બહેનની વિશેષ મારી દોસ્ત જેવી હિરે મને છેડતા કહ્યું. "ઓ જાણે હવે... એવું કઈ જ નહિ! મને તો ખરેખર મારી નોકરી જ યાદ આવે છે!" મેં પણ કહ્યું. "બસ તો... રોકાઈ જા ને આ એક દિવસ... પ્લીઝ!"