હવે આગળ જોઈએ તો.....દિવ્યા રસોઈમાં દાળ,ભાત,શાક બનાવે છે બધા છોકરાઓ અને છોકરીઓ મળીને બધું સમારી દે છે અને દિવ્યા બધાનો મસ્ત મજાનો વધાર કરે છે કારણ કે દિવ્યાના હાથની રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આમ પણ બીજી છોકરીઓને રસોઈ બનાવતા નહોતું આવડતું હતું તેથી દિવ્યા બનાવે છે પુરી પણ બધા મળીને જ બનાવે છે દિવ્યાના અંકલ બહારથી મીઠાઈ,નમકીન અને જયૂસ લઈ આવે છે તેમાં જયારે બધા આખા મકાનમાં અને બગીચામાં ફરવા જાય છે ત્યારે દિવ્યા રસોઈમાં જ મગ્ન હોય છે અમન અને દિવ્ય બંને છાનામાના આવે છે અને મસાલામાંથી હળદર લઈ ને દિવ્યાના ગાલે લગાવી દે છે દિવ્યા તે