છેલ્લો પ્રયાસ

  • 3.1k
  • 1
  • 1.2k

કોલેજથી સાંજે આવીને ઇશાને જોયું તો બા ખુરશીમાં એકદમ સૂનમૂન બેઠેલાં. ઈશાન રસોડામાં જઈ જોઈ આવ્યો તો બાએ કશું જ જમ્યું નહોતું. એ તરત જ બાના પગ પાસે આવીને બેસી ગયો. બા, તમે આખો દિવસ જમ્યા નહીં? તમને કેટલી બધી અશકિત આવી જશે. તમે સહેજે ચિંતા ના કરો. મેં આજદિવસ સુધી તમારી કોઇ વાત ઉથાપી નથી. તમે કહેશો એ જ પ્રમાણે કરીશ. મારા પર વિશ્વાસ તો છે ને... જમુનાબાના ચહેરા પર સ્મિત ફરકી ગયું તેમણે ઇશાનના માથે હાથ ફેરવ્યો. ઇશાને તેનો લન્ચબોક્ષ બતાવ્યો. જો બા, મેં પણ સવારથી કશું જ જમ્યું નથી. ચાલ હવે આપણે બંને સાથે જમી લઇએ. હું