પ્યારનો ઇન્તજાર, દિલની પુકાર

  • 1.4k
  • 696

ને પછી એ તો મને જોવા જ નહિ મળી... બહુ જ ઓછા સમયમાં જેની જુદાઈ હું જરાય બરદાસ્ત નહોતો કરતો એ હવે ક્યાં હતી, કોઈને ખબર જ નહિ!"હું નિધિ સાથે ઊંઘીશ..." ટીના એ એવી રીતે કહ્યું જાણે કે હું એની મનપસંદ વસ્તુ જ એનાથી ના છીનવી રહ્યો હોઉં!"તમે કેમ લડો છો, મારી સાથે મારી રૂમમાં તમે બંને ઊંઘજો... ઓકે!" એને કહ્યું અને પાછળથી ઉમેર્યું, "હું લિવિંગ રૂમમાં ઊંઘી જઈશ!" તો એની સાથે મારાથી પણ હસી જવાયું!"હા... મને મંજૂર છે! આઇ એમ રેડી!" મેં તુરંત જ કહી દીધું. "હા... હું પણ તૈયાર જ છું!" ટીના એ નાક પરથી ઍટિત્યુડ માં આંગળી