કુમાઉ યાત્રા - ભાગ- 13

  • 1.6k
  • 646

કુમાઉ યાત્રા - 13#kumautour2021bydhaval અગાઉના એપિસોડમાં આપણે સાતતાલની મુલાકાત લીધી, સાતતાલથી અમે નૈનિતાલ આવ્યા અને પાર્કિંગમાં સ્ફુટી પાર્ક કરી સૌ પ્રથમ માઁ નૈના દેવીના દર્શન કરવા માટે ઉપડ્યા. પાર્કિંગની બાજુમાં વિશાળ સ્ટેડિયમ આવેલું છે ત્યાં ક્રિકેટ મેચ રમાતી હોય છે. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે પણ ક્રિકેટ રમાતી હતી. ક્રિકેટની ચાહ આજકાલના યુવાનો માં ખુબજ વધારે પડતી છે. એના કારણે કેટલાય યુવાનોના ભવિષ્ય પણ બરબાદ થતા જોયેલા છે. એ સિવાય હવે ક્રિકેટને કારણે એક નવું દુષણ આવ્યું છે, ક્રિકેટ પર રમાતો જુગાર કે એક પ્રકારનો સટ્ટો. આજ કાલના યુવાનોને કામધંધો કર્યા વગર જલ્દીથી કરોડોપતિ થઈ જવું છે પછી થાય છે રોડપતિ