પાબીબેન...મહેનતની મૂરત...

  • 2.3k
  • 906

પાબી બેન......આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું તેનું કારણ... તેઓ કેબીસીના કર્મવીરના એપિસોડમાં આવ્યા અને વિશ્વ ભરમાં તેઓ વધુ પ્રખ્યાત થયા, તેમની નામનામાં ઓર વધારો થયો. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે પણ પબીબેન એ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમના નામનો ડંકો વાગે છે. તો ચાલો, આજે જાણીએ પાબીબેનના જીવનચરિત્ર વિશે, તેમના સંઘર્ષ વિશે, તેમને કરેલા અથાગ પ્રયત્નો અને તેમના સાહસો વિશે…પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાના એક નાનકડા ગામ કુકડસર ગામે થયો હતો. જ્યાં પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમના ઘરના મોભી, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન