નો ગર્લ્સ અલાઉડ - ભાગ 23

  • 3.4k
  • 2.3k

મનાલી ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંનું એક સ્થળ. કુલ્લુ ખીણના અંતની નજીક આવેલું મનાલી માત્ર હિમાચલ પ્રદેશનું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું પણ સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ છે. વહેતી નદીઓ, ઉડતા પંછીઓ જંગલો, બગીચાઓ અને બરફથી ઢંકાયેલા પર્વતો જોઈને મન એકદમ આનંદિત કરી દે એવા આ હિલ સ્ટેશને તેઓ આખરે પહોંચી ગયા હતા. આદિત્ય કોઈ પણ કાર્યને શરૂ કરતાં પહેલાં મંદિરના દર્શન અચૂક કરતો. તેમણે અહીંયા પણ હિડિંબા મંદિરના દર્શન કર્યા. એની સાથે સાથે અનન્યા એ પણ આ ભવ્ય મંદિરની મુલાકાત લીધી. પર્વતો વચ્ચે નિર્મિત આ મંદિર સંપૂર્ણપણે લાકડાંમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની અંદર એક મોટા પથ્થરને કાપીને ગર્ભગૃહ