નો ગર્લ્સ અલાઉડ - ભાગ 20

  • 3.1k
  • 2.1k

અનન્યા અને આકાશ કારમાં બેસી આદિત્યની ઓફીસ તરફ નીકળી ગયા. કાર જેમ જેમ આદિત્યની ઓફીસ તરફ વળી રહી હતી તેમ અનન્યાને આદિત્ય સાથેની યાદો તાજી થવા લાગી હતી. અનન્યાથી ન રહેવાતા આખરે તેણે સવાલ કરીને પૂછી જ લીધું. " આકાશ આપણે કઈ એડ એજન્સીને મળવા જઈ રહ્યા છે?" " ખૂબ પ્રસિદ્ધ નામ છે.. એમનું એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ...આદિત્ય ખન્ના...તે એનું નામ સાંભળ્યું જ હશે...." કાર ચલાવતા આકાશે કહ્યું. અનન્યા જાણે એક વર્ષ પહેલાંની યાદોમાં જતી રહી. આદિત્ય સાથેની પહેલી લાઇબ્રેરી વાળી મુલાકાત, ત્યાર બાદ એ બુક પર એમનું નામ અને પછી એમની જ ઓફીસમાં એમની સાથે થયેલો જઘડો. અચાનક જ