નો ગર્લ્સ અલાઉડ - ભાગ 19

  • 3.2k
  • 2.3k

જોતજોતામાં એક વર્ષ કેમ વીતી ગયું એ જ ખબર ન રહી. અનન્યા અને આકાશ પોતાના બીઝનેસને વધુ ને વધુ ફેલાવવામાં વ્યસ્ત થઈ ગયા અને આદિત્ય પોતાની કંપનીને વધુ ઊંચે લઈ જવા માટે સખત મહેનત કરવા લાગ્યો હતો. મેજિક ડ્રીંકસ કંપનીની શરુઆત કરી એનું આજે એક વર્ષ પુર્ણ થઈ ગયું હતું. આ એક વર્ષમાં ન જાણે કેટલી નિષ્ફળતા એમના હાથે લાગી હતી. છતાં પણ ન અનન્યા એ હાર માની કે ન આકાશે હિંમત હારી. આજે એક વર્ષ બાદ આખા શહેરની દુકાનોમાં મેજિક ડ્રીંકસ વહેચાવા લાગી હતી. સારી એવી માત્રામાં સેલ થવાના લીધે આકાશે વધુ પંદર વીસ જણાને પોતાની કંપનીમાં સામેલ કરી