અગ્નિસંસ્કાર - 20

(11)
  • 2.9k
  • 2.2k

અંશ પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવવા જઈ રહ્યો હતો કે અમરજીતનો બેંગલોરનો એક મિત્ર આવી ગયો. " હેય... અમરજીત..." થોડે દૂરથી એ મિત્રે રાડ નાખીને કહ્યું. " રિષભ તું અહીંયા!! વોટ અ સરપ્રાઈઝ!" અમરજીત ઊભો થઈને રિષભના ગળે મળ્યો. આ મોકાનો ફાયદો ઉઠાવતો અંશ ત્યાંથી ચાલતો બન્યો. આ રીતે અંશે પોતાની ઓળખ છૂપાવી રાખી અને કામ કરીને ઘરે પૈસા આપતો રહ્યો. **********અંશ અને કેશવ બંને દસ વર્ષના થઈ ગયા હતા અને કેશવનું પાંચમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું હતું. કેશવના રીજલ્ટથી દુઃખી રસીલા એ કહ્યું. " હું શું કરું તારું..તને કેટલી વખત કીધું છે કે વાંચવા બેસ, વાંચવા બેસ પણ નહિ