અગ્નિસંસ્કાર - 19

(13)
  • 2.9k
  • 2.2k

એ ઘટના બાદ લક્ષ્મી એ અમરજીતના ઘરે જવાનું ટાળી વાળ્યું હતું. એના બદલે લક્ષ્મી એ માત્ર સિલાઈ કામ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાતે માત્ર બે કલાક નીંદર કરીને આખો દિવસ બસ સિલાઈ મશીન પર જ બેઠી રહેતી. ઘરની અને માની આવી ગંભીર હાલત જોઈને અંશ પણ ઉંમર પહેલા મોટો થઈ ગયો. તેમણે ઘરે પૈસા આપવાનું શરૂ કરી દીધું. એક મહિના બાદ સ્કુલેથી આવીને અંશે એક મોટી રકમ મમ્મીના હાથમાં સોંપી." આટલા બધા પૈસા?? તું ક્યાંથી લાવ્યો?? સાચું સાચું બોલ તે ચોરી નથી કરી ને??" " મા હું તારો દીકરો છું...આ પૈસા મેં ચોરી કરીને નહી પણ મહેનત કરીને