અગ્નિસંસ્કાર - 18

(14)
  • 3.1k
  • 2.2k

બે વર્ષ બાદ લક્ષ્મીના ઘરની હાલત ખરાબ થવા લાગી હતી. એક એક પૈસા જે બચાવી રાખ્યા હતા એ પણ અંશના ભણતરના ખર્ચમાં વપરાઈ જતા હતા. પેટ ભરવા માટે પણ જરૂરી કામ મળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે લક્ષ્મી એ અમરજીતના ઘરે નોકરાણી તરીકે કામ કરવાનું નક્કી કર્યું. સવાર સાંજ બે ટાઇમ ઘરની રસોઇ અને સાફ સફાઈનું કામ લક્ષ્મી કરતી હતી. " આવી ગઈ લક્ષ્મી, ચલ જલ્દી નાસ્તો તૈયાર કરીને આપ... આજ તો ભૂખથી હાલત ખરાબ થઈ રહી છે.." કરીના આખો દિવસ આળસુ પડીને બેસી રહેતી અને જ્યારે લક્ષ્મી એ ઘરનું કામ સંભાળી લીધું હતું એ દિવસથી એ સોફા પરથી ઉભા